હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામની સીમમાં પોતાના કાકાના દીકરા સાથે રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રમેશભાઈ શંકરભાઇ તોમર ઉ.30 નામના ખેતમજૂર ગત તા.4ના રોજ હળવદ તાલુકાના રણજીતગઢ ગામે કપડા લેવા જવાનું કહીને નિકલ્યા બાદ પરત ન આવતા તપાસ કરતા રમેશભાઈનું સુસવાવ ગામના પાટિયા નજીક ગત તા.4ના રોજ અજાણ્યા વાહનની ઠોકરે મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવતા મૃતકના પિતરાઇ ભાઈ લાલસિંહ ભંતાસિંહ તોમર રહે.હાલ વણા, તા.લખતર, જી.સુરેન્દ્રનગર વાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.