Wednesday - Apr 29, 2026

મોરબી મનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત આજે અને કાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન

મોરબી મનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત આજે અને કાલે વિવિધ કાર્યક્રમોનું આયોજન

વોલ પેન્ટિંગ, સફાઇ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ, નુક્કડ નાટક, સાયકલોથોન, વૃક્ષારોપણ અને હેકાથોન સહિતના અનેક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા તા.7થી 15 સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે તા.12 અને કાલે 13ના રોજ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં વોલ પેન્ટિંગ, સફાઇ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ, નુક્કડ નાટક, સાયકલોથોન, વૃક્ષારોપણ અને હેકાથોન સહિતના ભરચક્ક કાર્યક્રમો યોજાશે.

આજે રવિવારના રોજ સવારે 11થી બપોરે 1:30 સુધી મનીષ વિદ્યાલયની દિવાલ, વી.સી.હાઇસ્કુલ તથા રેલ્વે સ્ટેશનની દિવાલ, કડિયા સમાજની વાડી અને લાલબાગ ખાતે, એસ.પી. કચેરીની દીવાલ, તાલુકા પોટરી શાળા, મચ્છુમાં વાળી રેલીંગ, કાયાજી પ્લોટ કોમ્યુનીટી હોલ, કેનાલ રોડ, ઉમિયા સર્કલ, ગોકુળનગર મેઈન રોડ, રવાપર ક્લસ્ટર આંગણવાડી, જુની ગૌશાળા લીલાપર રોડ ઉપર વોલ પેન્ટિંગ તથા પબ્લિક આર્ટ ઇન્સ્ટોલેશનનો કાર્યક્રમ યોજાશે.

જ્યારે સાંજે 4થી 5 ઝોન-૧ ઓફીસ(ઇસ્ટ ઝોન ઓફીસ), ઝોન-૨ ઓફીસ(લખધીરવાસ પાસે બાલમંદિર), ઝોન-૩ ઓફીસ(દરબારગઢ ફિલ્ટર હાઉસ), ઝોન-૪ ઓફીસ(કેસરબાગ) ખાતે સફાઈકર્મચારીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાશે. સાંજે 5થી 6 દરમિયાન સફાઈ કર્મચારીઓને PPE કિટનું વિતરણ કરવામાં આવશે. સાંજે 6થી 7 દરમિયાન વાવડી ક્લસ્ટર ખાતે, સો-ઓરડી ખાતે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ ખાતે અને વાવડી રોડ ખાતે નુક્કડ નાટક યોજાશે. સાંજે 7થી રાત્રે 11 વાગ્યા સુધી એલ.ઈ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આવતીકાલે તા.13ને સોમવારના રોજ સવારે 7થી 9 વાગ્યા સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મણી મંદીર સુધી સાયકલોથોન યોજાશે. સવારે 9થી 10 વાગ્યા સુધી સરદારબાગથી ઉમીયા સર્કલ સુધી, કલેકટર ઓફીસ રોડ, કોર્પોરેશન ઓફીસથી દરબારગઢ, સુરજબાગથી મણીમંદિર સુધી સ્વચ્છતા રેલી નિકળશે. સવારે 10થી 11 સુધી કેસરબાગ ખાતે નિબંધ સ્પર્ધા યોજાશે. સવારે 11થી 11:30 સુધી સુરજબાગથી મણીમંદિર જુદી-જુદી આંગણવાડીમાં ન્યુટ્રીશિયન પ્રોગ્રામ યોજાશે. 11:30થી 12:30 સુધી ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ, મોહન બાગ, ભડિયાદ ક્લસ્ટર ઓફીસ, પંચાસર રોડ, શનાળા તળાવ, કોમ્યુનીટી હોલ મહેન્દ્રનગર, અમરેલી ક્લસ્ટર ઓફીસ, એલ.ઈ.કોલેજ રોડ, નાની વાવડી તળાવ આમ 9 જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. બપોરે 12:30થી 1:30 દરમિયાન SUH રેનબસેરા, ઓલ્ડ એજ હોમ શોભેશ્વર રોડ અને વિકાસ વિદ્યાલયની વિઝિટ લેવામાં આવશે. બપોરે 2થી 3 વાગ્યા દરમિયાન પંચાસર રોડ ભારતપરા, સ્ટેશન રોડ વી.એમ.શાળા સામે, સોમનાથ પાર્ક સામે, રામદેવ મંદિર પાસે (ત્રાજપર ખારી વિસ્તાર), કલેકટર ઓફીસ રોડ, દરબાગ ગઢ, ગઢની રાંગ પાસે, ન્યુ.ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોકુળનગર મેઈન રોડ, બહુચર માતાના મંદિર સામે, લીલાપર ક્લસ્ટરની ઓફીસ પાછળ જીવીપી રિમુવલ કેમ્પેન યોજાશે. બપોરે 3થી સાંજે 5 સુધી ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે માર્વેલસ મોરબી વિષય ઉપર હેકાથોન યોજાશે.