મોરબી : મોરબી શહેરના જુના બસ્ટેન્ડ પાસે તેમજ લખધીરપુર રોડ ઉપર પોલીસે અલગ અલગ બે દરોડા પાડી જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલીના આંકડા લઇ જુગાર રમાડી રહેલા આરોપી અસરફ સીદીકભાઈ જારા રહે.શ્રીજી પાર્ક મોરબી વાળાને રોકડા રૂપિયા 620 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી પાસે દરોડો પાડી જાહેરમાં વરલીના આંકડા લઈ જુગાર રમાડનાર આરોપી સુનિલ વજુભાઇ પરમાર રહે.લખધીરપુર વાળાને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.