Thursday - Jul 02, 2026

મોરબીમાં વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબીમાં વિદેશી દારૂ સાથે બે ઝબ્બે

મોરબી : મોરબી શહેર અને તાલુકામા પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને ઝડપી લીધા હતા.જેમાં પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી નજીકથી આરોપી પરાગભાઈ મહેશભાઈ મકવાણા ઉ.27 રહે.નવા થોરાળા રાજકોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લેતા શનાળા રોડ હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા આરોપી ભાવિન કાનજીભાઈ રાવળદેવ પાસેથી દારૂની બોટલ મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે તળાવીયા શનાળા ગામેથી આરોપી આનંદ તેજમલ રહોરીયા ઉ.44 રહે.ત્રાજપર વાળાને વિદેશી દારૂના 180 મીલીના એક ચપલા કિંમત રૂપિયા 325 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.