Wednesday - Aug 19, 2026

ટંકારાના હડમતીયા નજીક અજાણ્યા બે શખ્સોનો યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો

ટંકારાના હડમતીયા નજીક અજાણ્યા બે શખ્સોનો યુવાન ઉપર
તીક્ષ્ણ હથિયારથી હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરની જગ્યા પાસે બાઈક ઉપર જઈ રહેલા યુવાન ઉપર બાઇકમાં આવેલ બે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા હુમલાની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ટંકારા તાલુકાના કોઠારીયા જડેશ્વર ગામે રહેતા હરસુખભાઈ જીવણભાઈ સારલા ઉ.28 નામનો યુવાન ગત તા.5ના રોજ રાત્રીના સમયે જતા હતા ત્યારે બાઈક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સોએ હડમતીયા નજીક પાલનપીરની જગ્યા પાસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે બન્ને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.