હળવદ : હળવદ શહેરના ભવાની નગરમાં રહેતા ફરિયાદી અરવિંદભાઈ રામજીભાઈ સુરાણી ઉ.19 નામના યુવકને અગાઉ સાહિદ ઉર્ફે સાહિલ અનવરભાઈ મકરાણી સાથે ઝઘડો થયો હોય સમાધાન માટે બાપા સીતારામની મઢુંલી પાસે ગત તા.7ના રોજ ભેગા થયા હતા ત્યારે અચાનક જ આરોપી સાહિદ ઉર્ફે સાહિલે છરી વડે હુમલો કરી અરવિંદભાઈ સુરાણીને ગળાના ભાગે એક ઘા ઝીકી દેતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.