ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જવાના રસ્તે લજાઈ જીઆઇડીસી પાસે ગત તા.12 જુનના રોજ સાંજના સમયે જીજે - 12 - એટી - 7583 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી જીજે - 36 - બીએ - 2565 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની કાનારામ મદનલાલ સ્વામી અને તેમના મિત્ર ધર્મેન્દ્રને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્નેના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. આ બનાવથી બન્ને હતભાગી પરિવારોથી અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃતક કાનારામના પિતા મદનલાલ ગુલજારીદાસ સ્વામી ઉ.વ.46 રહે.બુર્જાનીધાણી, સિકર, રાજસ્થાન વાળાની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે