Saturday - Oct 03, 2026

ટંકારામાં પાણીની કુંડીમાં રમતા રમતા પડી જતા બે વર્ષના માસૂમનું મોત

ટંકારામાં પાણીની કુંડીમાં રમતા રમતા પડી જતા બે વર્ષના માસૂમનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં મનસુખભાઇ દેત્રોજાની વાડીએ ખેત મજૂરી કરતા મૂળ રાજસ્થાનના વતની રીતેશભાઈ નથુભાઈ ભાભરનો બે વર્ષનો પુત્ર પ્રિતેશ રમતા રમતા પાણી ભરેલી કુંડીમાં પડી જતા કરુણ મૃત્યુ નીપજ્તા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.