વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપરથી વિનયગઢ જવાના રસ્તે જીજે - 13 - એટી - 9387 નંબરના બોલેરો પિકઅપ વાહનના ચાલકે જીજે - 13 - એપી - 7183 નંબરના બાઇકને હડફેટે લઈ ટક્કર મારતા બાઈક ચાલક વિજયભાઈ ભુપતભાઇ મકવાણા રહે.હાલ તરકિયા મૂળ રહે.નાળિયેરી તા.ચોટીલા વાળાને તેમજ બાઈક પાછળ બેઠેલા અન્ય યુવાનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા બોલેરો પિકઅપ વાહન ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.