Tuesday - May 05, 2026

મોરબીની ફેકટરીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકોનો ભોગ લેવાયો

મોરબીની ફેકટરીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકોનો ભોગ લેવાયો

ઔદ્યોગિક હબ તરીકે દેશ અને વિદેશમાં જાણીતા મોરબીમાં સીરામીક સહિતના ઉદ્યોગને કારણે ઉદ્યોગની પ્રતિષ્ઠા ખૂબ જ ઉંચી થઈ ગઈ છે. પણ સિક્કાની બીજી બાજુની જેમ આવા ફેકટરીઓ જીવના જોખમે કામ કરતા શ્રમિકોનો આયેદિન જોખમી મશીનરીમાં ફસાઈ જવાથી ભોગ લેવાતો હોવાની ગંભીર બાબતો વચ્ચે આજે ફરી ઉધોગકારોના પાપે મજૂરો ઉપર ઘાત ત્રાટકી હતી. જેમાં એક ફેકટરીમાં બે મજૂરોના મોત અને અન્ય બે મજૂરો ગુગળાઈ જવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

મોરબીના ખારચિયા ગામે કારખાનામાં આજે મજૂરો રૂટિન પ્રક્રિયા મુજબ મજૂરી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનાની ચાર શ્રમિકો ટાંકી સાફ કરવા ઉતરેલા હતા. પણ આ ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા મંગલ સોર અને અનંત ઘોસાલ નામના શ્રમિકના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક અનુમાન મુજબ બે શ્રમિકોના ગુગળાઈ જવાથી મોત થયા અને બીજા બે મજૂરોને પણ ગંભીર અસર થઈ છે. જો કે આ કારખાનામાં ગેસ ગળતરથી મોત થયા કે કેમ તે અંગેમોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.