મોરબી : મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ નજીકથી એ ડિવિઝન પોલીસે નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સને ઝડપી લેવાની સાથે તાલુકા પોલીસે જુના રફાળેશ્વર રોડ પર જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા એક આરોપીને ઝડપી લઈ બે દરોડામાં રૂપિયા 66,820નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.