યુનેસ્કો દ્વારા ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડથી પણ સન્માનિત; આર્યતેજ પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું
મોરબી : અંદમાનના શ્રીવિજયપુરમ (પોર્ટ બ્લેર) ખાતે તા. 12થી 16 દરમિયાન અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ અને યુનેસ્કોના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કલ્ચરલ ઓલિમ્પિયાર્ડ યોજાયો હતો. જેમાં મોરબીની શ્રી ગોરિયાએ ભરતનાટ્યમ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની સાથે યુનેસ્કો તરફથી ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.
આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના સંચાલક ગોરધનભાઈ ગોરિયાની પૌત્રી તથા જાનકીબેન અને પ્રસાદભાઈ ગોરિયાની પુત્રી છે. શ્રીની આ સિદ્ધિ પાછળ તેમના કલાગુરુ શ્રીમતી સુમનબેન શેઠનું માર્ગદર્શન અને વર્ષોની મહેનત મહત્વપૂર્ણ રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર મોરબીનું નામ રોશન કરનાર શ્રીની આ બેવડી સફળતાને પગલે ગોરિયા પરિવાર, આર્યતેજ પરિવાર, સગાં-સંબંધીઓ અને શુભેચ્છકો દ્વારા તેમને અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યા છે.