મોરબી : મોરબી સીટી બી ડિવિઝન અને તાલુકા પોલીસે અલગ અલગ બે દરોડામાં ભડિયાદ રોડ તેમજ લાલપર ગામ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે શખ્સને રોકડ તેમજ વરલી સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ પર નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી આરોપી રોહિત મહેશભાઈ વારેવાણિયા રહે.સો ઓરડી વાળાને રોકડા રૂપિયા 1000 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે લાલપર નજીક તાજનળિયા પાસેથી આરોપી સત્યેન્દ્ર શ્યામલાલ યાદવ રહે.બાપા સીતારામ મઢુંલી, લાલપર વાળાને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂ.220 તેમજ વરલી સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.