મોરબી શહેરની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વૃદ્ધને પેસેન્જરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ઉલ્ટી કરવાને બહાને ખિસ્સામાંથી 20 હજાર તફડાવી લેવાના બનાવની ફરિયાદ નોંધાતા જ પોલીસે આ બનાવનો ભેદ ઉકેલીને બે આરોપીઓને ઝડપી લીધા હતા.
મોરબીની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વસંતપરામાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.વ. 79 રિક્ષામા પેસેન્જરના સ્વાંગમાં ગઠિયા ભટકાય ગયા હતા.જેમાં રિક્ષામાં બેઠેલા બે પેસેન્જરોએ ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20 હજાર સેરવી લીધા હતા. આ બનાવ અંગે વૃદ્ધએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા રિક્ષાચાલક તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોરસિસની મદદથી આ ચોરીનો ભેદ ઉકેલી નાખી વૃદ્ધના ખિસ્સામાંથી 20 હજારની ચોરી કરનાર આરોપી સાગર ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીયા, અનિલભાઈ પ્રવીણભાઈ રાઠોડને ચોરીમાં ગયેલા મુદ્દામાલ અને સીએનેજી રિક્ષા સાથે ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછમાં આ બન્નેએ મળીને વૃદ્ધ પાસેથી રૂ.20 હજાર તફડાવી લીધા હોવાની તેમજ જૂનાગઢ અને રાજકોટ વિસ્તારમાં પણ આ પ્રકારના ગુના કર્યા હોવાની કબૂલાત આપી હતી.