Monday - May 04, 2026

મોરબીમાં શ્રાવણીયો જુગાર રમતા 39 ઝડપાયા

મોરબીમાં શ્રાવણીયો જુગાર રમતા 39 ઝડપાયા

 મોરબીમાં સાતમ આઠમના તહેવારો આવતા શ્રાવણીયા જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ઠેરઠેર જુગારના હાટડા મંડાતા પોલીસે પણ આ જુગારની બદીને કડક હાથે ડામી દેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને મોરબીમાં શ્રાવણીયો જુગાર રમતા 39ને ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પંચાસર રોડ ઉપર મયુરડેરીથી આગળ વોકળાના કાઠે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવણઘભાઇ વેલાભાઇ ટોયટા, બાલુભાઇ ઉર્ફે ભલાભાઇ રેવાભાઇ ખીટ, દેવાભાઇ ખોડાભાઇ સેવર, ભીમાભાઇ ભુરાભાઇ ઝાપડા અને દેવાભાઇ દુદાભાઇ ગોલતરને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 19,500 સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે જોન્સનગરમાં દરોડો પાડી આરોપી એજાજ ઉર્ફે વનસાઈડ નુરમામદભાઈ જામ, રેહાનભાઈ સાઉદીનભાઈ કટીયા, હશીનાબેન અબ્દુલભાઈ પઠાણ, હનીફાબેન સઈદુભાઈ જેડા અને કુસુમબેન ધનજીભાઈ જીવાભાઈને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,600 સાથે ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી કેવલભાઇ અનીલભાઇ પુજારા, શકિતભાઇ ભુપતભાઇ ધામેચા, નિલેશભાઇ અરૂણભાઇ વરાણીયા, તરૂણભાઇ ટહેલરામ બાલવાણી, નીખીલસિંહ મહેન્દ્રપાલસિંહ સેંગર અને મીલનભાઇ છગનભાઇ વેસરાને રોકડા રૂપિયા 10,320 સાથે ઝડપી લીધા હતા.

ત્રાજપર ખારી રામજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલ્પેશભાઇ સામજીભાઇ વરાણીયા અને લખમણભાઇ સોમાભાઇ મકવાણાને રોકડા રૂપિયા 1270 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ ત્રાજપર ખારી સ્કુલ પાસેથી આરોપી અશોકભાઇ ભીખાભાઇ ઉચાણા અને જીજ્ઞાબેન રમેશભાઇ સાતોલાને રોકડા રૂપિયા 1120 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી ફાટક પાસે, લાયન્સનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શર્મિષ્ઠાબેન ગીરધરભાઇ પટેલ, જસ્સીબેન વલ્લભભાઇ બાબરીયા, મીનાબેન મહેશભાઇ ખીટ અને નીતાબેન શીવજીભાઇ સરવૈયાને જાહેરમા ગંજીપતાના પાના વડે તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,020 સાથે ઝડપી લીધા હતા.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે મોરબી -2 કાંતિનગર સ્કૂલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ઇરફાનભાઈ અબ્બાસભાઈ ભટ્ટી, ફિરોજભાઈ કારીમભાઈ ભટ્ટી, જુસબભાઈ તાજમામદ ભટ્ટી અને રવિભાઈ ભીખાભાઈ ભટ્ટીને કુલ રોકડ રૂ. 20,100 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

મોરબીમાં શીતલ આઈસ્ક્રીમની બાજુની શેરીમાં શિવ કોમ્પ્લેક્ષની બાજુમાં ખુલ્લામાં જુગાર રમતા યશપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ રાજુભા ઝાલા, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા, પ્રકાશભાઈ કનૈયાલાલ ડાખોર, ઉદયરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા, જયભાઈ હિતેશભાઈ રામાનુજ, મનદીપસિંહ હરદેવસિંહ જાડેજા અને કુલદીપસિંહ વિભાજી જાડેજાને કુલ રોકડા રૂપિયા 25,980 સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

શહેરના કાંતિનગરમા સ્કૂલની બાજુમાં ખુલ્લા પટમાં જુગાર રમતા સલીમભાઈ ઓસમાણભાઈ મોવર, સલીમભાઈ કારીમભાઈ ભટ્ટી અને સોહિલભાઈ આદમભાઈ ભટ્ટીને કુલ રોકડ 14,510 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.