Monday - May 04, 2026

મોરબીમાં રિક્ષામાં સવાર વૃદ્ધ ઉપર ઉલ્ટીના બહાને 20 હજારની ઉઠાતરી

મોરબીમાં રિક્ષામાં સવાર વૃદ્ધ ઉપર ઉલ્ટીના બહાને 20 હજારની ઉઠાતરી

મોરબી શહેરની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વૃદ્ધને પેસેન્જરના સ્વાંગમાં ગઠિયો ભટકાઈ જતા ઉલ્ટી કરવાને બહાને ખિસ્સામાંથી 20 હજાર તફડાવી લેતા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મોરબીની પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રિક્ષામાં બેસીને જઈ રહેલા હળવદના વસંતપરામાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉ.79 રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરે ઉલ્ટી કરવાને બહાને વૃદ્ધના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 20 હજાર સેરવી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા રિક્ષાચાલક તેમજ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.