Saturday - May 16, 2026

માળીયામાં ઉકરડામાં છુપાવેલા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

માળીયામાં ઉકરડામાં છુપાવેલા વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા મિયાણા પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં 22 મોટી અને એક નાની બોટલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા અને એક શખ્સનું નામ ખુલતા ફરાર દર્શાવવામાં આવ્યો હતો.જેમાં વેણાસર ગામમાં ઉકરડામાંથી વિદેશી દારૂની 22 બોટલ શોધી કાઢી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે વેણાસર ગામે નવા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી હીરાભાઈ રમેશભાઈ લોલાડીયા ઉ.25 નામના શખ્સને ઝડપી લઈ ઉકરડામાં છુપાવેલ 22 બોટલ દારૂ કિંમત રૂપિયા 24,200 કબ્જે કરી પૂછતાછ કરતા દારૂના આ ધંધામાં આરોપી છગનભાઇ હિન્દુભાઈ વરુની સંડોવણી કબુલતા પોલીસે છગનને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં પોલીસે માળીયા ત્રણ રસ્તા નજીકથી આરોપી સલીમ અકબરભાઈ મોવર ઉ.વ.35 રહે.ત્રણ રસ્તા પાસે માળીયા મિયાણા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની 180 મીલી માપની બોટલ કિંમત રૂપિયા 100 કબ્જે કરી 5 હજારના મોબાઈલ સહિત 5100નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.