Saturday - May 16, 2026

મોરબી નજીક સિરામિક કારખાનાના મશીનમાં હાથ આવી જતા યુવાનનું મોત

મોરબી નજીક સિરામિક કારખાનાના મશીનમાં હાથ આવી જતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર - જેતપર રોડ ઉપર વિરાટનગર નજીક આવેલ સિમેન્ટો વિટ્રીફાઇડ નામના કારખાનામાં કામ કરતી વેળાએ તુસલીરામ પ્રકાશભાઈ ગુર્જર ઉ.વ.18 નામના યુવકનો હાથ મશીનમાં આવી જતા માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચતા યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.