Sunday - Jun 28, 2026

માળીયાના દારૂના ગુન્હામા સંડોવાયેલ બે સગા ભાઈઓ પાસા હેઠળ જેલમાં ધકેલાયા

માળીયાના દારૂના ગુન્હામા સંડોવાયેલ બે સગા ભાઈઓ પાસા હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં ઝડપાયેલા બે આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા મોરબી એલસીબી ટીમે બન્ને સગા ભાઈ એવા આરોપીઓને ઝડપી લઈ અનુક્રમે ભાવનગર અને વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મોરબી શહેરના રણછોડનગરમા રહેતા આરોપી શબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા અને આરોપી ઇર્ષાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા વિરુદ્ધ અગાઉ માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ અન્વયે ગુંન્હો દાખલ થયો હોય બન્ને આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલી દેવા દરખાસ્ત થતા જિલ્લા મેજિસ્ટ્રેટ દરખાસ્ત મંજુર કરતા મોરબી એલસબીએ બન્ને આરોપીઓને ઝડપી લઈ અનુક્રમે વડોદરા અને ભાવનગર જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરી હતી