ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી રૂ.૧.૨૯ લાખની કિંમતના ઇંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે ટંકારા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસને બાતમી મળેલ કે, કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07-DG-2192 વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જેના આધારે રેઇડ કરતા ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા ઉ.વ. ૪૦ રહે. મેઘપર ઝાલા તથા કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.વ.૩૨ રહે જોધપર ઝાલાવાળા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૧૮ કિ.રૂ. ૧,૨૪,૩૬૨/- તથા બીયર ટીન નંગ-૪૮ કી.રૂ. ૫,૫૬૨/- મળી કુલ કી.રૂ. ૧,૨૯,૯૩૦/- સાથે મળી આવતા તેઓની પાસે રહેલા મોબાઇલ અને કાર મળી કુલ કી.રૂ. ૭,૩૯,૯૩૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુમાં પ્રાથમિક પૂછપરછમાં યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેરવાળાનું નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.