Saturday - May 16, 2026

હળવદમા દાડમના ફાર્મમાં ગાયો ચરાવવાની ના પાડતા બે શખ્સો ઉશ્કેરાયા, વાડી માલિક ઉપર હુમલો

હળવદમા દાડમના ફાર્મમાં ગાયો ચરાવવાની ના પાડતા બે શખ્સો ઉશ્કેરાયા, વાડી માલિક ઉપર હુમલો

હળવદ : હળવદ શહેર નજીક આવેલ દાડમના ફાર્મમાં ધરાર ઘુસી જઇ ગાયો ચરાવી રહેલા બે શખસોને અહીં ગાય ચરાવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બન્ને આરોપીઓએ વાડી માલિક ઉપર હુમલો કરી કારના કાચ તોડી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

હળવદ શહેરની સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા ફરિયાદી મુકેશભાઈ સોંડાભાઈ તારબુંદીયાએ આરોપી ધનજી ઉર્ફે ધનો બલાભાઈ સોરીયા અને આરોપી સામત ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે.બન્ને ખારીવાડી હળવદ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની માલિકીના દાડમના ફાર્મમાં બન્ને આરોપીઓને ના પાડવા છતાં ગાયો લઈને ઘુસી જઈ ગાય ચરાવતા હોવાથી વાડીના મજુરે ફરિયાદી મુકેશભાઈને બનાવ અંગે જાણ કરતા મુકેશભાઈ કાર લઈ વાડીએ આવી બન્ને આરોપીઓને ગાય ખેતર બહાર કાઢવા કહેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ કાંઠલો પકડી ગાળો આપી કારના કાચ તોડી નાખી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.