હળવદ : માળીયા મિયાણા - અમદાવાદ હાઇવે ઉપર હળવદ નજીક આવેલ વનવગડો હોટલ પાસે જીજે - 36 - એલ - 6415 નંબરની કારના ચાલક આરોપી મેહુલ રમણિકભાઈ મોટકા રહે.હળવદ વાળાએ પુરપાટ ઝડપે બેફિકરાઈથી કાર ચલાવી આગળ જતાં જીજે - 39 - ટીએ - 1520 નંબરના ટ્રેલર સાથે કાર અથડાવી અકસ્માત સર્જતાં કારમાં બેઠેલા કેતનકુમાર હરજીવનભાઈ પટેલ ઉ.43નું ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. તેમજ આરોપી કાર ચાલકને પણ ઇજાઓ પહોંચતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.