હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા જી.સુરેન્દ્રનગર તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટે પાસા વોરંટ ઇસ્યુ કરતા બંનેની અટકાયત કરી અમદાવાદ અને વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.