વાંકાનેર : વાંકાનેર - મોનેશનલ હાઇવે પર ગત તા.15જુલાઈના રોજ બપોરના સમયે સીમસ્ટોન સીરામીક ફેકટરી નજીક જીજે - 36 - એઆર - 7881 નંબરના કાર ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી આગળ જતી છકડો રીક્ષા નંબર જીજે - 03 - ઝેડ - 4186ને પાછળથી ઠોકર મારતા છકડો રીક્ષા ચાલક ભવાનભાઈ પાચીયા ઉ.55 રહે.ધમલપર વાળાનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં બેઠેલા લાલજીભાઇ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા ઉ.34 રહે.હસનપર વાળાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે લાલજીભાઇની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.