Saturday - Jul 18, 2026

મોરબી નજીક એલપીજી ગેસના ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ

મોરબી નજીક એલપીજી ગેસના ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ

સદનસીબે ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી

મોરબી : મોરબી - માળીયા હાઈવે પર મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક ગઈકાલે રાત્રીના સમયે પાર્કિંગમાં પડેલા એલપીજી ટેન્કરની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડની ટીમે બનાવ સ્થળે દોડી જઇ આગ બુઝાવી હતી.જો કે, સદનસીબે ટેન્કર ખાલી હોય મોટી દુર્ઘટના ટળી હતી.

મોરબી નજીક એલપીજી ગેસના ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ
મોરબી નજીક એલપીજી ગેસના ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા દોડધામ

મોરબી ફાયર કંટ્રોલરૂમમાં ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મોરબી - માળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ નજીક પાર્કિંગમાં પડેલ એલપીજી ટેન્કરની કેબીનમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.મહત્વનું છે કે, ગેસ ટેન્કર ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આગના આ બનાવના કોઈ જાનહાની કે, કોઈને ઇજાઓ પહોંચી ન હતી.