Friday - Jul 17, 2026

મોરબીના રંગપર બેલા ગામે સરકારી ખરાબામાંથી બેફામ ખનીજચોરી

મોરબીના રંગપર બેલા ગામે સરકારી ખરાબામાંથી બેફામ ખનીજચોરી

ખનીજચોરી બંધ ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી


મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના સરકારી ખરાબાથી બેફામ ખનિજચોરી કરવામાં આવી રહી છે. ખોખરા બેલા રીટ જીઇબીની બાજુમાં સરકારી ખરાબામાં મોટાપાયે ખનીજ માફિયાઓ બેરોકટોક ખનિજચોરી કરી રહ્યા છે. આ ખનીજ માફિયાઓ ખાસ કરીને રાત્રીના 11થી સવારના 4 વાગ્યા સુધી ખનિજચોરી કરે છે.જેમાં બે હિટાચી અને 20 ટ્રક મારફત ગેરકાયદે ખનિજનું પરિવહન થાય છે.હાલ જે જગ્યાએ ખનિજચોરી થાય છે. તે જગ્યા ઉપર થતી ખનીજ ચોરી ઉપર ખાણ ખનીજ વિભાગે અગાઉ રેડ કરી હતી. પરંતુ ફરી તે જ જગ્યાએ એજ ખનીજ માફિયાઓએ ખનિજચોરી કરી રહ્યા છે. જો કે ગામના સરપંચ સહિત લાગતા વળગતાને લાખોનો મોટો વહીવટ કરીને બિન્ધાસ્ત રીતે ખનિજચોરી કરવામાં આવી રહો હોવાનો પૂર્વ ઉપ સરપંચ પ્રવીણચંદ્વ આચાર્યએ આક્ષેપ કર્યો હતો અને આ ખનિજચોરી ફરી શરૂ થયાની ખાણ ખનીજ વિભાગને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન ભરતા હોવાથી ખનીજચોરીમાં તેમની પણ મિલીભગત હોવાનું પુરવાર થાય છે. આથી ગેરકાયદે ચાલતી ખનિજચોરી ઉપર કાર્યવાહી નહિ થાય તો કોર્ટમાં સુઓ મોટો દાખલ કરવાની ચીમકી આપી છે.