મોરબી : મોરબી શહેરના વાવડીથી મોઢેશ્વર મંદિર જવાના રસ્તે સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવતા આરોપી કિશન ઉર્ફે છોટુ છગનભાઇ ડાભી અને આરોપી સાજીદ ટેણી રહે.બન્ને મોરબી વાળાઓ જીજે - 36 - એએન - 5490 નંબરનું જયુપીટર મોટર સાયકલ લઈ પસાર થતા પોલીસે રોક્યા હતા.જો કે, બન્ને આરોપીઓ નાસી જતા પોલીસે મોટર સાયકલમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1100 કબ્જે કરી નાસી ગયેલા બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.