Saturday - May 16, 2026

મોરબીમા દારૂના કેસમાં નામ આપ્યાનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને છરી ઝીકી

મોરબીમા દારૂના કેસમાં નામ આપ્યાનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને છરી ઝીકી

મોરબી : મોરબી શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા યુવાને અગાઉ દારૂના કેસમાં વીસીપરામાં રહેતા યુવાનનું નામ પોલીસ મથકમાં ખોલાવ્યું હોય જે બાબતનો ખાર રાખી આરોપી અને અન્ય એક શખ્સે યુવાનને ખાટકી વાસ પાસે રોકી છરીના ઘા ઝીકી બેફામ માર મારતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ઇદ મસ્જિદ પાછળ મચ્છી પીઠમાં રહેતા અબ્દુલભાઇ કાદરભાઈ ભટ્ટી ઉ.22 નામના યુવાને અગાઉ પોલીસ સમક્ષ આરોપી મોઇન ગુલામભાઈ મોવર રહે.મદીના મસ્જિદ પાસે, વીસીપરા મોરબી વાળાનું નામ દારૂના કેસમાં ખોલાવ્યું હોય એ બાબતનો ખાર રાખી આરોપી મોઇન ગુલામભાઈ મોવર અને આરોપી જાવેદ રમઝાનભાઈ મોવરે ખાટકી વાસ ચોક નજીક છરી વડે હુમલો કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારતા બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.