મોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મોરબી જિલ્લા પોલીસ ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નશીલ છે ત્યારે મોરબી તાલુકા પોલીસે દારૂના બે ધંધાર્થીઓની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.
મોરબી તાલુકા પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત કરી હોય જે મંજુર રહેતા મોરબીના ત્રાજપરમાં રહેતા આરોપી રવિ રમેશભાઈ વરાણીયાને સાબરમતી જેલ અમદાવાદ ખાતે તેમજ વાંકાનેરના ચન્દ્રપુર ખાતે રહેતા મહંમદફિરદૌસ મુનાફભાઈ જુણેજાને પાસા વોરંટની બજવણી કરી અટકાયતમાં લઈ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.