મોરબી: મોરબી જિલ્લાના સીમાવર્તી ગામો સોલંકીનગર, ફડસર, ઉટબેટ સામપર અને બેલા (આમરણ)માં સીમા જાગરણ મંચ–મોરબી,ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજ મોરબી દ્વારા તા.૧૪/૦૪/૨૦૨૬ના રોજ ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે ૩૦૦થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે નીચે મુજબના મહાનુભાવો અને સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી, જેમાં હિરેનભાઈ વિડજા(સહસંયોજક, સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત),વિનોદભાઈ સનારીયા,(અધ્યક્ષ, મોરબી જિલ્લા),રાજેશભાઈ એરણીયા,(સંયોજક, મોરબી જિલ્લા),મનીષભાઈ પટેલ, બીપીનભાઈ અઘારા,રાજભાઈ અમૃતીયા,દિનેશભાઈ બારૈયા(ટોળી સદસ્યો, મોરબી જિલ્લા)આર્યતેજ હોમીયોપેથીક મેડિકલ કોલેજના ડોક્ટરો તથા તમામ સ્ટાફ અને તમામ ગામના સરપંચો ગામના યુવાનો અને ગ્રામજનો સમગ્ર ટીમના સહિયારા પ્રયાસોથી આ સેવાકીય કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.