Tuesday - Aug 18, 2026

મોરબીના કારખાનામાં ડમ્પર હેઠળ બે વર્ષનો પુત્ર કચડાતા માવતરનું હૈયાફાટ આક્રંદ

મોરબીના કારખાનામાં ડમ્પર હેઠળ બે વર્ષનો પુત્ર કચડાતા માવતરનું હૈયાફાટ આક્રંદ

મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ લોર્ડ્સ માઇક્રોન નામના કારખાનામાં મધ્યપ્રદેશના વતની પરિવારનો બે વર્ષનો પુત્ર લોડિંગ પોઇન્ટ પાસે રમતો હોય ત્યારે ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક પોતાનું ડમ્પર રિવર્સમાં લઇ આ માસુમ બાળકને કચડી નાખતા બે વર્ષના બાળકનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના માતાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ લોર્ડ્સ માઇક્રોન નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની ટ્વીન્કલબેન રાજેશભાઇ બિલાવલે ડમ્પર ચાલક દિપક લખમણભાઈ ઇન્દરીયા રહે.શક્તિપરા જાંબુડિયા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.16ના રોજ સાંજના સમયે તેઓ કારખાનામાં કામે ગયા હતા ત્યારે કારખાનામાં લોડિંગ પોઇન્ટ પાસે તેમનો પુત્ર કાળું ઉ.2 રમતો હતો.આ સમયે ડમ્પર ચાલક દીપકભાઈએ ડમ્પર બેફિકરાઈથી રિવર્સમાં લઈ બાળક કાળુને કચડી નાખતા માસૂમ બાળક કાળુનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.