મોરબીના પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી સગાઈ કે ચુંદડી વિધિમાં જ યુગલ લગ્ન કરવાની કાંતિકારી પહેલ કરવામાં આવી છે. આ રીતે સમયની બચત અને લગ્નો ખર્ચ બચાવીને ચટ્ટ મંગની અને પટ્ટ બ્યાહ ની જેમ ઘડિયા લગ્ન કરી દેવતા હોવાની વચ્ચે પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા હતા.

મોરબીના જીકીયારી ગામે મેલડી માતાજીના મંદિરે ગાળા ગામના નિવાસી રમેશભાઈ ધનજીભાઇ ઉઘરેજાની પુત્રી ભારતીબેનના લગ્ન જીકીયારી ગા ના નિવાસી ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાના પુત્ર કિશનકુમાર સાથે યોજાયા હતા. તેમજ રમેશભાઇ ધનજીભાઇ ઉઘરેજાના પુત્ર હર્ષદકુમારના લગ્ન ઈશ્વરભાઈ બેચરભાઈ બુડાસણાની પુત્રી દક્ષાબેન સાથે યોજાયા હતા. આ ઘડિયા લગ્નમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કારોબારી સભ્યો તથા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ સીદસરના કારોબારીના સભ્યોએ હાજર રહીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

