Wednesday - Apr 30, 2025

મોરબીમાં હેવી વિજ લાઈનના બદલામાં ખેડૂતોને ઓછું વળતર મળવા મામલે ખેડૂતોનો કલેકટર કચેરીએ મોરચો

મોરબીમાં હેવી વિજ લાઈનના બદલામાં ખેડૂતોને ઓછું વળતર મળવા મામલે ખેડૂતોનો કલેકટર કચેરીએ મોરચો

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાના ખેડૂતો આજે એકઠા થઈને જિલ્લા સેવાસદન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ની આગેવાની હેઠળ ખેડૂતો એ પોતાના ખેતરમાંથી પાવર ગ્રીડની જે 762 kv ની લાઈન નાખવામાં આવી રહી છે તેમાં યોગ્ય વળતર મળતું નહિ હોવાની રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી આ લાઈન નાખવા બાબતે કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની અને ખેડૂતો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આજે અધિક કલેકટર ને આવેદનપત્ર આપી પોતાની માંગણી કરી હતી.

ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા  સહીત મોરબી જીલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ખેડૂતો સાથે જીલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ અંગે  ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું કે, પાવર ગ્રીડની જે 762 kv ની લાઈન વિન્ડ ફાર્મ અને સોલાર ફાર્મ ઉભા કરીને ખાનગી કંપનીઓ વિજળી ઉત્પન્ન કરે છે. એનો પાવર એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચાડવા નું કામ તો કોમર્શિયલ કામ થયું તો ખેડૂતો ને કોમર્શિયલ દરે વળતર શા માટે નહિ તેને માત્ર જંત્રી ના દરે વળતર કેમ આપવામાં આવે છે. આ લાઈન 35 વર્ષ સુધી રહેવાની છે તો અમારી જમીન 35 વર્ષ સુધી નથી થવાની. જમીન કીમત વિહોણી થઈ જવાની છે તેની કિંમત ઘટી જવાની છે. સરકાર જમીન એક વિભાગમાંથી બીજા વિભાગમાં આપે ત્યારે હજારો ફેક્ટર ધ્યાનમાં લેતા હોય છે. 400 ગણી કિંમત ખરાબાની આંકવામાં આવતી હોય છે. અમારી જમીન તો કીમતી છે સરકારે માત્ર જંત્રીના 7.5 ટકા થી વધારી 15 ટકા કર્યા છે. એક પોલ ઉભો કરવા સામે ખેડૂતો ને 50 હજારથી માંડી 70 હજાર સુધી વળતર આપવામાં આવે છે. ખાનગી કંપનીઓ 15 લાખ 25 લાખ આપે છે. આજ ગ્રીડ લાઈન ની બાજુ માંથી નીકળતી 765 kv ની લાઈન છે તેમાં 12 લાખથી 25 લાખ સુધીનું વળતર આપવામાં આવ્યું છે. તો આ ખેડૂતો શું પાકિસ્તાન ના છે શું આ ખેડૂતો ગુજરાત ના નથી. બાજુના ખેડૂતો માં કાયદો અલગ અને આ ખેડૂતો માં કાયદો અલગ થઈ ગયો હોઈ એવું તો છે નહિ. સરકાર એમ કહે છે કે અમે 200 ટકાનો વધારો કર્યો છે તો અમારી માંગણી એ છે કે બાજુની લાઈન થઈ પછી સરકારે 200 ટકાનો વધારો કર્યો છે તો જ્યાં 15 લાખ આપ્યા ત્યાં 30 લાખ કરી આપો એટલે અમે રાજી. જો અમને વળતર ન આપવામાં આવે તો ચોમાસા દરમિયાન કંપની ને કામ ન કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કલેકટરે એવું આશ્વાસન આપ્યું છે કે સરકારમાંથી નવી ગાઈડલાઈન આવશે અને તેમાં ખેડૂતોને ફાયદો થશે તો અમારી માંગણી છે કે ત્યાં સુધી કામ બંધ રાખે.