Friday - Jul 26, 2024

મોરબીમાં ખુલ્લી ગટરમાં પડેલા ગૌવંશનો આબાદ બચાવ

મોરબીમાં ખુલ્લી ગટરમાં પડેલા ગૌવંશનો આબાદ બચાવ

મોરબીના ઘણા વિસ્તારોની ભૂગર્ભ  ગટરના ઢાંકણા ન હોય કે ઢાંકણ તૂટી ગયા હોય અને ખુલ્લી ગટરો હોવા છતાં પણ તેને ઢાંકવા માટેની કામગીરી ન કરતા આવી ખુલી ગટરો અબોલ પશુઓ માટે જોખમી બની ગયાની વચ્ચે મોરબી શહેરમાં એક ખુલ્લી ગટરમાં ગૌવંશ ખબકયા બાદ તુરત તેનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયો હતો.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં એક ગૌવંશ પડી ગયા બાદ અને તેને બહાર કાઢવા માટે આસપાસના સ્થાનિક લોકો સહિતનાઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આવી જ રીતે મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે જ્યાં શાક માર્કેટ ભરાય છે તેનો મોટાભાગનો કચરો ઠાલવવામાં આવે છે અને આ કચરાના લીધે ત્યાં ગૌવંશો એકત્રિત થતા હોય ત્યારે એક ગૌવઃ ત્યાં ખુલ્લી ગટરમાં પણ ખાબક્યો હતો. આથી ગૌરક્ષકોએ દોડી આવીને આ ગૌવંશને પણ ઉગારી લીધો હતો.