મોરબી:ગુજરાત સરકાર દ્વારા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે યોજાતી પ્રતિષ્ઠિત 'જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા'માં શ્રી ખાખરાળા તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે.
તાજેતરમાં જાહેર થયેલા આ પરીક્ષાના પરિણામોમાં ખાખરાળા તાલુકા શાળાના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી મેરીટ યાદીમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. મેરીટમાં સ્થાન મેળવનાર ગૌરવવંતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે:
જોષી યશ્વી ધર્મેન્દ્રકુમાર
વણોલ જૈનિસ દેવજીભાઈ
બોચીયા સુમિત દેવજીભાઈ
વણોલ આનંદ મનસુખભાઈ
આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની આકરી મહેનત અને શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોએ રાજ્ય કક્ષાની પરીક્ષામાં ડંકો વગાડ્યો છે.વિદ્યાર્થીઓની આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, તથા સમગ્ર સ્ટાફ પરિવાર, એસ.એમ.સી. કમિટી તેમજ ગ્રામજનો વતી ચારેય તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેઓ ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉચ્ચ શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.