ટંકારામાં પતિ અને દિયર પાસેથી પૈસાની લેતી દેતી મામલે પાંચ શખ્સોએ મહિલાના ઘેર જઈ ગાળાગાળી કરી પૈસા આપી દેજો નહિતર જાનથી મારી નાંખશું તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હતી.
ટંકારામાં જીવાપર શેરીમ રહેતા નશીમબેન અલીભાઈ સોર્હવદી નામના મહિલાએ આરોપી અનુભાઈ કટિયા અને જાવીદભાઈ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ આરોપીઓએ તેમના ઘેર આવી તેમના પતિ અને દિયરે લીધેલ પૈસા પરત આપવાનું કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.