Friday - Apr 24, 2026

મોરબીના ઝીંઝુડા ગામેં બે શખ્સોએ યુવાનને ક્રિકેટના બેટથી ફટકાર્યો

મોરબીના ઝીંઝુડા ગામેં બે શખ્સોએ યુવાનને ક્રિકેટના બેટથી ફટકાર્યો

મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી બોડકી જવાના રસ્તે ગઈકાલે બપોરના સમયે બે અજાણ્યા શખ્સોએ અશોકભાઈ લક્ષ્મણભાઇ અખિયાણી ઉ.વ.22 નામના યુવકને ક્રિકેટ રમવાના બેટ વડે કારણ વગર માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવાને અજાણ્યા બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.