મોરબી : મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે કંડલા બાયપાસ તરફ જવાના રોડ પર કોન્ટ્રાકટર દ્વારા સગીરને કામે રાખી મજૂરી કામ કરાવવામાં આવતું હોવાની બાતમીને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ દ્વારા કોન્ટ્રાકટર વિરુદ્ધ કાર્યવાહી કરી જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડીથી કંડલા બાયપાસ જતા રોડ પર હાલમાં રોડનું કામ ચાલી રહ્યુ હોય જેમા રોડના કોન્ટ્રાકટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ રહે.માર્કો વિલેજ, હરિઓમ પાર્ક વાળાએ રોડના કામમાં પથ્થર વિણવા, સાવરણાથી સફાઈ કામ તેમજ સેન્ટ્રીગ કામ માટે બાળ કિશોરને કામે રાખી બાળ મજૂરી પ્રતિબંધ કાયદાનો ભંગ કરતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ મોરબીના રમેશભાઈ દેવજીભાઈ સોલંકીએ કોન્ટ્રકટર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એકટ મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.