મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલ લેટિગ્રેસ ફેકટરીમાં કામ કરતી વેળાએ ઉંચાઈ પરથી નીચે પટકાતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા ઉ.વ.51 નામના શ્રમિકનું ગંભીર ઇજાથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.