મોરબી:- મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ઉમિયા સર્કલ કેનાલ પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચાઈનીઝ દોરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કિરણ મગનભાઈ રહેશિયા તેમજ રોહિત ચંદુભાઈ પરમાર (રહે. ગોકુળનગર, શનાળા) ને ચાઈનીઝ દોરાની કુલ 6 ફીરકી, જેની અંદાજિત કિંમત રૂપિયા 3600 થાય છે, સાથે પકડી લીધા હતા.
ચાઈનીઝ દોરાના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં આરોપીઓ દ્વારા તેની સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની બાબત સામે આવી હતી. આ મામલે પોલીસે જાહેરનામાં ભંગ સબબ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.