મોરબી:મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ-મોરબી દ્વારા જ્ઞાતિના ઉત્કર્ષ અને સંગઠન હેતુથી હાથ ધરવામાં આવેલી સભ્ય નોંધણી પ્રક્રિયાના અંતે, ગઈકાલે રવિવારના રોજ જ્ઞાતિના સભ્યોને ઓળખકાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
લખધીર વાસ સ્થિત મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સવાર અને સાંજ એમ બે સેશનમાં જ્ઞાતિના પરિવારોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહીને પોતાના ઓળખકાર્ડ મેળવ્યા હતા. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ કાર્ડ જ્ઞાતિના આગામી વિવિધ લાભો મેળવવા માટે અનિવાર્ય છે.
કાર્યક્રમની મુખ્ય હેતુ: જ્ઞાતિના પરિવારોની સચોટ માહિતી એકત્ર કરી તેમને સત્તાવાર ઓળખ પૂરી પાડવી.
ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા જ્ઞાતિજનોના સહકારથી પૂર્ણ થઈ છે. જે સભ્યોએ ગઈકાલે કાર્ડ મેળવી લીધા છે તેઓને કાર્ડ સુરક્ષિત રાખવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે ભવિષ્યમાં જ્ઞાતિલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોમાં આ કાર્ડ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.