પ્રાણ પ્રશ્નોનું ઝડપી નિવારણ તથા માળખાગત સુવિધાના વિકાસની મનપાના અધિકારીઓ, વિવિધ શાખાના અધ્યક્ષ દ્વારા ચિંતન શિબિરમાં ચર્ચા કરાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મનપાના વિવિધ આયોમોની ચર્ચા કરવા માટે તથા મોરબી મહાનગરપાલિકાના વહીવટને સુદ્રઢ બનાવવા માટે નવલખી રોડ ત્રિમંદિર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દરેક શાખાધિકારી ચિંતન શિબિરમાં યોગા, પ્રાણાયામ, તથા સરકારી વિભાગોની ચર્ચા મુક્ત મને સરળતાથી કરી શકે તે હેતુથી કુલ પાંચ વિભાગમાં આ ચિંતન શિબિરને વિભાજિત કરવામાં આવી હતી.
ચિંતન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ તનાવ મુક્ત વાતાવરણમાં રહે , મહાનગરપાલિકાના શાસનના વિવિધ આયામોની ચર્ચા હળવાશ ભર્યા વાતાવરણમાં ફેસ ટુ ફેસ કરે તેવો રહ્યો હતો, જેમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા , નાયબ કમિશનર સંજયકુમાર સોનીના માર્ગદર્શન હેઠળ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓને શહેરની સુખાકારી માટે શહેરના પ્રાણ પ્રશ્નોનું ઝડપથી અને સરળતાથી નિવારણ થાય તેની આ ચિંતન શિબિરમા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રુપ-1 માળખાકીય સુવિધાઓ અને સીટી બ્યુટીફિકેશન શાખાના અધિકારી સીટી એન્જિનિયર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ , ઈલેક્ટ્રીક, સિવિલ ,સ્ટોર ,વર્કશોપ, વોટર વર્કસ ,ડ્રેનેજ અને ANCD શાખાઓના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રુપ -2માં ડિજિટલ ગવર્નન્સ અને વહીવટી વિભાગના HOD પરેશભાઈ અંજારિયા ટીમલીની સાથે GAD, લીગલ ,ICT સેક્રેટરી, અને એસ્ટા શાખા ના અધિકારીઓ કર્મચારીઓ, ગ્રુપ -3 માં સિટિઝન એંગેજમેન્ટ એન્ડ હ્યુમન ડેવલોપમેન્ટ વિભાગના HOD રાહુલભાઈ કોટડીયા સાથે યુસીડી, હેલ્થ ,મલેરિયા ,લાઇબ્રેરી, અને આવાસ વિભાગના અધિકારીઓ, ગ્રુપ- 4 માં લોંગ ટર્મ પ્લાનિંગ એન્ડ વિઝનના HOD કુંજન પટેલ સાથે ટીપી, ફાયર, એસ્ટેટ , અર્બન પ્લાનર અર્બન ડિઝાઇનર , ગાર્ડન , ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સહિતની શાખાઓ જોડાઈ આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાને વધુ પડતું વિકસિત બનાવવા અને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી લોકો સુધી પહોંચે તેની ચર્ચા કરી હતી તેમજ ગ્રુપ -5 મા જાડેજા સાથે અકાઉન્ટ શાખા, ઓડિટ શાખા , અને ટેક્સ શાખાના અધિકારીઓ સાથે શહેરમાં વસવાટ કરતા નાગરિકોને સુવિધાઓ ઝડપથી મળી રહે, શહેરના પ્રાણ પ્રશ્નો પ્રાથમિક, માળખાગત સુવિધાઓ કેવી રીતે ડેવલપ કરવી? તેની ચર્ચા કરવામાં આવી હતી.