મોરબી : મોરબીની રાજવી કાળ સમયની સરકારી વીસી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તેવા જ્ઞાનનું સિંચન કરવામાં આવી રહી રહ્યું છે. આજકાલ સ્કૂલોમાં ભણતા બાળકો કોઈને કોઈ વ્યસનના આદિ થઈ ગયા હોવાથી આગળ જતાં તેમના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું થતું હોવાથી સ્કૂલમાં જ બાળકોને શિક્ષણ સાથે વ્યસન મુક્તિનું યોગ્ય રીતે માર્ગદર્શન મળી શકે એ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ તથા ગાયત્રી ચેતના કેન્દ્ર – મોરબી દ્વારા મોરબીની ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ તથા વાત્સલ્યભાઈ ગડારાએ વિદ્યાર્થીઓને વ્યસન કરવાથી શરીરને કેટલી હાની પહોંચે છે એટલે સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થાય તેમ હોવાની સમગ્ર બાબતોથી વાકેફ કરી આવનારું ભવિષ્ય એકદમ તંદુરસ્ત રહે તે માટે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી અને વિદ્યાર્થીઓએ જીવનભર વ્યસન ન કરવાના શપથ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષક સુધીરભાઈ ગાંભવા, પુનિત ભાઈ, પારૂલબેન ગામી, ધર્મિષ્ઠાબેન ટિટોડિયા તથા શાળાના અન્ય કર્મચારી ગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોના સહયોગથી યોગ્ય રીતે પૂર્ણ થયો હતો. સરકારી શાળાની શિસ્ત જોઈ શૈલેષભાઈ ભટ્ટ ખૂબ ખુશ થયા હતા અને આટલી મોટી સંખ્યા હોવા છતાં બાળકોએ ખૂબ શાંતિ પૂર્વક કાર્યક્રમને માણ્યો હતો.