મોરબી : આજકાલનો સોશ્યલ મીડિયાથી પાંગરેલો પ્રેમ એ આકર્ષણ હોવાથી જાજો સમય ટકતો ન હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મોરબીમાં સોશ્યલ મીડિયા મારફત એક કપલ વચ્ચે પાંગરેલા પ્રેમનો કરુણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામથી એક યુવક અને યુવતી પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચે સંબંધ એટલો પ્રગાઢ બની જતા લિન ઇનમાં રહેવા લાગ્યા હતા. પણ આ કપલ વચ્ચેના પ્રેમ સંબંધમાં કોઈ કારણોસર ભંગાણ થતા યુવતી તેના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી યુવતી પાછી ન આવતા આ બાબતનું માઠું લાગી આવતા યુવકે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતા હિતેશભાઈ મનસુખભાઈ ધમાલ (ઉ.વ.26) નામના યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી અને આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે મૃતક યુવાન કોઈ યુવતી સાથે છેલ્લા ત્રણેક મહિના પહેલા ઇન્સ્ટગામથી પરિચયમાં આવ્યો હતો. ત્યાર બાદ બન્ને વચ્ચે સબંધ ગાઢ બનતા મૃતક યુવાન અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે જ રહેવા લાગ્યા હતા. પણ ત્રણેક મહિના લિન વિનમાં રહ્યા બાદ કોઈ કારણોસર યુવતી યુવાનને છોડીને તેના ઘરે ચાલી ગઈ હતી અને પાછી આવતી ન હતી. એટલે કદાચ તેણીના સાથ વગર જીવન અધૂરું હોવાનું લાગતા હતાશામાં આવી જઈને યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.