હળવદ : હળવદ તાલુકાના ચરાડવાથી આંદરણા જતા રોડ પર સીએનજી પમ્પ પાસે અચાનક રોડ ઉપર આવી ચડેલા જીજે - 36 - એક્સ - 3442 નંબરના ડમ્પર ચાલકે ચાર દિવસ પહેલા જીજે - 34 - ઇ - 5178 નંબરના પલ્સર બાઇકને અડફેટે લેતા બાઈક ચાલક સોનુભાઈ નાનસિંહ ભીંડે તેમજ પાછળ બેઠેલા ભુરસિંહ કાળુસિંહ લોહરિયાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતક સોનુભાઈના ભાઈ રાજેશભાઇ નાનસિંહ ભીંડેની ફરિયાદને આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.