મોરબી : અમદાવાદ - માળીયા હાઇવે પર રોહિશાળા ગામના પાટિયા નજીક જીજે - 39 - ટીએ - 7485 નંબરના આઇસર ચાલક વિપુલ નટુભાઈ પરમાર ઉ.34 રહે.રુદેલ તા.બોરસદ વાળાએ બેફિકરાઈથી પોતાનું આઇસર ચલાવી આગળ જતા જીજે - 08 - એયું - 8033ના ઠાઠાના ભાગે ભટકાવી દેતા વિપુલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે આઇસરમાં બેઠેલા જયંતીલાલ બેચરાભાઈ વરાયા રહે.સાપેડા તા.અંજાર કચ્છ વાળાઓને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.