મોરબીના સર્કીટ હાઉસ પાસે આવેલ કાર સ્પા સર્વિસ સેન્ટરમાં અજયભાઈ પ્રેમજીભાઈ ગુગડીયા નામનો યુવાન કામ કરતા હોય, તે દરમિયાન ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મોરબીના ગીડજ ગામે રહેતા અજયભાઈ વિનુભાઈ જોગરાજીયા ઉ.વ.24 વાળાને ગઈકાલે દયારામભાઈ ની વાડીમાં હોય તે સમયે વિજશોક લાગતા તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.