મોરબી નજીક આવેલ એક ફેક્ટરીમાં સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મોરબી નજીક ફેક્ટરીમાં રહેતી સગીરાએ મૂળ મધ્યપ્રદેશના વતની એવા આરોપી ડેલન આહીરવાર તથા મનિષ આહીરવાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ ફરીયાદી સગીરા હોવાનું જાણતા હોવા છતા આરોપીઓએ ભોગ બનનાર ફરીયાદી સાથે સામુહિક તથા વારંવાર બળાત્કાર જાતિય હુમલો કરી, ગર્ભ રાખી દોઈ ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.