Friday - Feb 13, 2026

હળવદ નજીક વિદેશી દારૂના 456 ચપલા સાથે બે ઝબ્બે

હળવદ નજીક વિદેશી દારૂના 456 ચપલા સાથે બે ઝબ્બે

હળવદ : હળવદ શહેરના બાયપાસ ત્રણ રસ્તા નજીક સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી છોટા ઉદેપુરથી દારૂ લઈને આવેલ શખ્સને તેમજ ટિકર રણ ગામના રહેવાસી શખ્સને વિદેશી દારૂના 456 ચપલા સાથે દબોચી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

હળવદ પોલીસને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ટિકર ગામના રહેવાસી આરોપી ધનજીભાઈ રમેશભાઈ ઈટોદરાએ છોટા ઉદેપુર જિલ્લાના વતની આરોપી રિતેશ દુલભજીભાઈ ભીલ પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો છે અને આરોપી આ દારૂનો જથ્થો હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે આપનાર છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બન્ને આરોપીઓ વિદેશી દારૂની 180 મીલી માપની 456 ચપલા બોટલ કિંમત રૂપિયા 65,424 સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.