Thursday - Jul 02, 2026

વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા બે ઘાયલ

વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા બે ઘાયલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસડી ગામથી જીજે - 36 - એચપી - 9541 નંબરનું એક્ટિવા લઈ દલડી ગામ તરફ જઈ રહેલા મહંમદસુબહાનરઝા અબ્દુલભાઇ પરાસરા અને દાનીશ ગુલામમહંમદ પરાસરા રહે.દલડી તા. વાંકાનેર વાળાઓ સરધારકા નજીક પહોંચતા ટ્રક નંબર જીજે - 15 - એકસએક્સ - 9944ના ચાલકે અચાનક કાવું મારી હડફેટે લઈ અકસ્માત સર્જતાં બન્ને યુવકોને ઇજા પહોંચી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.